ભારતવર્ષમાં આદિવાસીઓની પૂજાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પૂજા નો મહિમાં પ્રાચીન કાળથી ચાલતાં આવ્યા છે. તેમનામાં કેટલીક અંધશ્રધ્ધાઓ ધર કરી ગઇ છે. ખૂબ જ દિલોજાનથી મગ્ન બની પૂજા માટે બેબાકળા બનતા આદિવાસીઓ તન-મન- ધન સર્વસ્વ લૂંટાવી દેવ – દેવીઓની પૂજા અર્ચના કરે છે.
આદિવાસીઓ નાદરિયોદેવ- મગરદેવ, વાધદેવ, દેવલીમાડી, હિમારિયોદેવ, કંસારીમાતા, કાકાબળિયા, આહિન્દોદેવ, ગોવાળદેવ, દેવશામળી, બરમદેવ, શીતળામાતા, ખોખલીમાતા, પેટફોડીમાતા, ધોહળીમાતા, નાદરવો દેવ, તેમજ પ્રાકૃતિક ચંન્દ્ર, સૂર્ય, ધરતી, વીજળી, મેધની પૂજા-અર્ચના કરે છે.
માવલીમાતા
આદિવાસી સમાજને પોતાનુ઼ આગવું બંધારણ છે. વિશ્વની આદિવાસી પ્રજાઓ દેવીશકિતને માને છે. દક્ષિણ ગુજરાતમાં માવલીમાતાની વિશેષ પૂજા થાય છે. મુખ્યત્વે ઢોડિયા, કૂંકણા, વારલી, ડાંગી લોકો આસો માસ દરયિમાન માવલીમાતાની પૂજા કરે છે. માવલીમાતાનું સ્થાન ડૂંગર પર અથવા ધરમાં હોય છે. “માવલી’ પૂજાનું વાઘ તાડપું છે. આ વાઘ વિના માતાની પૂજા અધૂરી ગણાય. ભગતજી તાલબઘ્ધ આદિવાસી લયમાં “કાહની’ ના સૂર-તાલમાં દેવ-દેવીઓની કથા સંભળાવે છે. આદિવાસીઓમાં માવલી માડી માટે અતુટશ્રધ્ધા છે. તારપાના સૂરમાં અને માવલી માતામાં શ્રધ્ધા હોય તેમનામાં દેવી શકિત આવે છે.
બરમદેવ
આપણા પૂરાણ શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ જોવા મળે છે.પીપળો, સીસમ, સાવરના ઝાડ નીચે મંદિર બનાવી આ દેવની સ્થાપના કરેલી હોય છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ ગામેગામ આ દેવની સ્થાપના કરે છે. લાકડા-માટીમાંથી બનાવેલા આ દેવના વાહન તરીકે માટીના ધોડા બનાવાય છે. ગામમાં કોઇ બિમાર પડે, આફત આવે ત્યારે આ દેવની પુજા થાય છે. આદિવાસીઓમાં લગ્ન વખતે બરમદેવની પ્રથમ પૂજા કરવામાં આવે છે.મુખ્યત્વે ઢોડિયા લોકો વિશેષ પૂજા કરે છે.