સામાન્ય રીતે આદિવાસીઓના ધરો વાંસ-માટીકામ તથા જૂવારના સાંઠા તોરીના સાંઠામાંથી બનાવવામાં આવતા. ધરની રચના ખૂબ જ સરસ છે. ધરનો આગળનો ભાગ દક્ષિણ દિશામાં રાખવામાં આવતો નથી.
ધર સાદા હોય છે ધર બાંધતી વખતે ભગત-ભૂવાને બોલાવી, વિધિ કરી, ધરની મુહૂર્ત થાંભલી નાખવામાં આવે છે. ધર ચોકકસ માપનું તથા અમુક જ થાંભલીનું હોવું જોઇએ એવી માન્યતા છે. ધરમાં સામાન મૂકવા વાંસની ટોપલી, સીંકું જેવી વસ્તુઓ બનાવે છે. કેટલીકવાર તાડનાં પાંદડાંમાંથી પણ આવી વસ્તુઓ બનાવવામાં આવે છે, જેથી વરસાદનું પાણી ધરમાં જતુ નથી. ધર તૈયાર થઇ થયા બાદ ભગત-ભૂવાને બોલાવી ધરની વિધિ કરવામાં આવે છે આ વખતે વાજિંત્રોના તાલે ગીતો પણ ગાવામાં આવે છે. ધરમાં ખાટલો હોય તેમાં દોરી ભરવામાં આવે અને તેના ઉપર પાથરવા ખજૂરીનાં પાંદડાંમાંથી બનાવેલી સાદડી હોય છે. અનાજ ભરવા માટે માટીમાંથી બનાવેલી “કોઠી’ નો ઉપયોગ થાય છે. સાદાં ધરોની દિવાલ ધણીવાર કારવી નામના ઝાડની સોટીની બનાવાય છે, તેના પર લાલ માટીનું લીંપણ કરી, દેવ-દેવીઓ, પશુ, પંખીઓના ચિત્રો પાડવામાં આવતા. ખાવાનું અનાજ ધરમાં તૈયાર થઇ શકે તે માટે ઉખળ-સાંબેલું- ધંટીની ધરમાં જ વ્યવસ્થા હોય છે. આંગણુ સાફ હોય ત્યાં આજુબાજું નાના નાના મંડપ બનાવી, ટીંડોળા, તુરિયાના વેલા ચઢાવ્યા હોય ! ઝૂપડામાં બારીઓ ભાગ્યે જ હોય છે.