હોળી :
હોળી આદિવાસીઓનો મોટામાં મોટો અને ખૂબ જ માનીતો તહેવાર છે.ફાગણ સુદ એકમ થી જ આ તહેવારની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઇ જાય છે. બહારગામ જતા આદિવાસીઓ આ પર્વે માદરે વતન આવી જાય છે ચૌધરી સમાજમાં હોળીનું ખુબ જ માહાત્મ્ય છે. છોકરાઓ રોજના રાત્રે મોજ-મસ્તીમાં ઝૂમે છે. હોળીના સમયે ચૌધરી લોકગીતો ગવાય છે ત્યારે સાંભળનારા ગીતોના લય-તાનમાં ડૂબી જાય છે. બાલિકા-નવયુવતીઓ મોડી રાત્રિના સમયે સૂરીલા કંઠે હોળીના લોલા ગાય છે. આ ગીતમાં હોળીના તહેવારની ઝલક સાથે પ્રકૃતિનુ઼ આબેહૂબ વર્ણન કરવામાં આવે છે.
હાવરો ફૂલવાઓ હોલીબાઇ છેલ કરતી જાય
હોલીબાઇ છેલ કરતી જાય આંબો મોરવાયો હોલીબાઇ છેલ કરતી જાય
હોલીબાઇ છેલ કરતી જાય
ચણા ફૂનાચા હોલીબાઇ છેલ કરતી જાય
હોલીબાઇ છેલ કરતી જાય !
પ્રકૃતિચિત્રનું ખૂબ જ સરસ વર્ણન કર્યું છે. સામરના ફૂલો ખીલ્યાં છે. વસંત ઋતુના આગમનને વધાવે છે. ચણાના ફૂલ પણ આવી ગયા છે. એવા ખુબ જ મજાના સમયે હોળીબાઇનું આગમન થાય છે. હોળીના દિવસોમાં ખજૂરનો મહિમાં વધી જાય છે, ગ્રામ્ય વિસ્તારમાં ભરાતા હાટ-બજારોમાં ખજૂરનું આ તહેવારોમાં ખૂબ જ વેચાણ થાય છે.ખજૂર બાળકોને ખૂબ જ ભાવે છે માતાના હ્દયમાં બાળકો માટે વહાલ ઉભરાય છે તેને આ લોકગીતમાં જોઇ શકાય છે.