રાજુ આવજો રે સીદી સળાંક પર બંગલો
કાગળ લખજો રે સીદી સળાંક પર બંગલો
ફીરને આવજે રે સીદી સળાંક પર બંગલો
હંગાત નાવજે યે સીદી સળાંક પર બંગલો
બોરે નાવજે યે સીદી સળાંક પર બંગલો
***
લીલા લીમડાનો કલર જાયની યે
રમેશ જોજે જુવાની વટ જાયની યે
તોરે પેન્ટનો શોખ વટ જાયની યે
રમીલા જોજે જુવાની વટ જાયની યે
તોરે સાડીનો વટ જાયની યે
નવીજ જોજે જુવાની વટ જાયની યે
તોરે વિમલનો શોખ વટ જાયની યે
મેના જોજે જુવાની વટ જાયની યે
તોરે વેણીનો શોખ જાયની યે
મેના જોજે જુવાની વટ જાયની યે
***
ઊંચી યે ઊંચી નીરૂ કેહે કેહે વઅદેલી …ર
ઊંચી યે ઊંચી નીરૂ કિલ્લે પાતરે વઅદેલી..૨
બાઠોરા બાઠો વીનું કેહે કેહે માઆતીની…૨
જાળીયે જાળીયે લખુ કાજા ખાઇને માઆતીની..૨
ઊંચેરા ઊંચો અશોક કેહે કેહે વઅદેલો..૨
ઊંચો રા ઊંચો અશોક ડોડે ટીગાયીને વઅદેલો..૨
***
મમરા ઉડી ઉડી જાય કેલકીવાલે રોળે
બકુલા દળી વેસી ખાય કેલકીવાલે રોળે
મમરા ઉડી ઉડી જાય વાલોડવાલે રોળે
દીપક દળી વેસી ખાય વાલોડવાળે રોળે
મમરા ઉડી ઉડી જાય વાલોવાળે રોળે
સુમિત્ર દળી વેસી ખાય બુહારીવાલે રોળે
ભગુ દળી વેસી ખાય ઉનાઇવાલે રોળે
મમરા ઉડી ઉડી જાય કેલકીવાલે રોળે
***
નવા કલામણે નવી ડાલ કોદરીયે
રમેશ દાબ્બીને નેજે
વિયારે થી ડાકટર હાદાવુંહ યે
રમેશ દાબ્બીને નેજે
દવાણે પપહા હાય આપીહ યે
રમેશ દાબ્બીને નેજે
નવી કલામણે નવી ડાલકોદરી રા
મગાન દાબ્બીને નેજે
ઉનાઇ થી ડાકટર હાદાવુંહ રા
મગાન દાબ્બીને નેજે
ની ઉઠાય તે ધરીને ઊંઠાવું હરા
નવી કલામણે નવી ડાલકોદરી ને જે રા
ગીતા દાબ્બીને ને જે
ખર કુદીને મૂકણે આવું હું યે
ગીતા દાબ્બીને ને જે
***