વિશ્વની દરેક પ્રજાને પોતપોતાની આગવી સાંસ્કૃતિક પરંપરા હોય છે. આપણા પ્રદેશમાં પહાડો, કંદરાઓ અને જંગલોની વચ્ચે વસેલી આપણી આદિવાસી પ્રજા એટલે સૈકાઓથી પોતાના આગવા કલાવૈભવને, પોતાનાં જીવન ધબકાર માફક સાચવીને, નિરંતર તેમાં નાચતી, ગાતી, અને પ્રકૃતિ સાથે સમરસ બનીને જીવતી નિદોર્ષ, ભલી-ભોળી અને ખમીરવંતી પ્રજા. દાતા થી વાપી સુધીના સમગ્ર વિસ્તારમાં પ્રકૃતિની વચ્ચે વસેલા આદિવાસીઓનાં નૃત્યો-વાઘોમાં ભરપૂર વૈવિધ્ય રહેલું છે. વિવિધ આદિવાસી જાતિઓમાં વિવિધ પ્રકારનાં વાંજિત્રો જોવા મળે છે. આ લોકવાઘોનો ઉપયોગ નૃત્ય, સામૂહિક ઉત્સવો, મેળા, લગ્ન કે દેવપૂજા વખતે થાય છે. ઢોલ જેવાં કેટલાંય વાઘોનો ઉપયોગ નૃત્ય માટે દૂરના ડુંગરાળ વિસ્તારોમાં સંદેશા મોકલવા માટે પણ કરવામાં આવે છે. આ દેવવાઘો ગણાતા હોવાથી એની પવિત્રતા જાળવવાનો પણ આગ્રહ રાખવામાં આવે છે. આ વાંજિત્રો સાથે આદિવાસીઓની ચિત્ર-વિચિત્ર માન્યતાઓ અને શ્રઘ્ધાઓનો તંતુ જોડાયેલો છે. દક્ષિણ ગુજરાતમાં માદળ, તૂર, પાવરી, ડોબરું, તાડપું, કાહની, કાહલિયા વગેરે વાઘોનો ઉપયોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
ઠાકર્યા નુત્ય :
ઠાકર્યા નૃત્યા ડાંગી નૃત્યો કળાનો જુદો જ પ્રકાર છે. જેને સમયમર્યાદા હોય છે. તેરા ઉત્સઠવ પછી આ નૃત્યડ શરૂ થાય છે અને દિવાળી સુધી જોવા મળે છે. આ દેવપુજક નૃત્ય છે. નાચતી વખતે વાદ્ય તરીકે ઢોલકી કે કાહળ્યાનો ઉપયોગ કરતા નથી, પરંતુ મોટું ઢોલકું કે ડબ્બો વાપરવાની પ્રથા છે. નાચવાવાળાના પગમાં ઘુંઘરૂ બાંધી વીરાસન દ્વારા ગોળાકારમાં ફરે છે. કેવળ પુરુષોનું નૃત્યા છે. આ નૃત્ય માતાજીને નમન કરી ગવાય છે. ઠાકર્યા નૃત્યમાં પૃથ્વી તથા ચંદ્ર, સુર્યની ઉત્પતિ જેવા વિષયો પર સંગીત કલ્પ કથા કહેવાતી હોય છે. મહાભારત અથવા ામાયણના પ્રસંગો પણ વર્ણવામાં આવે છે.
ભાયાનૃત્યો (ડુંગરદેવ) :
આ નૃત્ય્ ડુંગરદેવની પુજા વખતે થાય છે. જેની ખાસિયત એ છે કે, સ્નાન કર્યા વિના કોઇપણ જોડાઇ શકતું નથી. વળી જમવાનું પણ એક જ વાર હોય છે. મોટી દુધીની બનાવેલી પાવરી વપરાય છે. દરેક નાચવાવાળા પાસે લાકડી અને રૂમાલ હોય છે. નાચતી વખતે દેવપુજાને લગતાં ગીતો ગવાય છે. ડુંગર પર વસનારા દેવદેવીઓના નામના નૃત્યદ વખતે ગર્જના કરવાની હોય છે. આ એક મોસમી નૃત્ય છે. નૃત્યમાં ઢોલક કે ઢોલકી અત્યંદત મહત્વેનો ભાગ ભજવે છે. ચાળામાં બદલ ઢોલકની થાપ લાવે છે.
આદિવાસીઓના વાદ્યો :
થાળીમાં એક પાતળી સળી ઉભી કરીને આ વાદ્ય બને છે. પરંતુ થાળી માત્ર કાંસાની ધાતુની હોવી જોઇએ. થાળીના આકાર પર કોઇ પ્રકારનું બંધન નથી છતાં સામાન્ય રીતે થાળી મધ્યમ આકારની થાળી લેવામાં આવે છે. આ વાદ્યમાં બીજી અગત્યની વસ્તુઓ છે. સર અને કોતીનું મીણ. સર એટલે સરબાહ નામના ઘાસ જેવા રોપાની સળી. આ વાદ્ય માટે અઢીથી ત્રણ ફુટનો સર પસંદ કરવામાં આવે છે. વાદ્યકાર, મીણ વડે સર ને થાળીની વચ્ચેી લગાવી ઉભી કરે છે. વગાડવાવાળા પલાઠીવાળી, થાળી ઘુંટણ વચ્ચે રાખી સર પર આંગળી ફેરવી, તેમાંથી સુર કાઢે છે. આ વાદ્ય બન્ને હાથથી વગાડવામાં આવે છે. આ વાદ્ય પિંડદાનના દિવસે ઉપયોગ થાય છે. મૃતાત્માઆની સ્તૃાતિ આ વાદ્ય પર ગવાય છે. થાળી વાદ્યની વિશેષતા એ છે કે, તેનો સુર કંઠ પ્રમાણે મેળવી શકાય છે. કુશળ કલાકાર તો એમાંથી સુર વાજાપેટી જેવો કાઢે છે.