કુંકણા જનજાતિના ઉત્સવો

મનુષ્ય સ્વભાવથી જ આનંદી છે. મોટા ભાગના આ આદિવાસીઓ ખેતી સાથે સંકળાયેલા છે. તેને અનુરૂપ તહેવારોની ઉજવણી કરે છે.....

કુંકણા જનજાતિના ઉત્સવો

મનુષ્ય સ્વભાવથી જ આનંદી છે. મોટા ભાગના આ આદિવાસીઓ ખેતી સાથે સંકળાયેલા છે. તેને અનુરૂપ તહેવારોની ઉજવણી કરે છે.....

કુંકણા જનજાતિના ઉત્સવો

મનુષ્ય સ્વભાવથી જ આનંદી છે. મોટા ભાગના આ આદિવાસીઓ ખેતી સાથે સંકળાયેલા છે. તેને અનુરૂપ તહેવારોની ઉજવણી કરે છે.

હોળી :
કુંકણા સમાજ માટે હોળી તહેવાર પ્રિય છે. ફાગણ સુદ આઠમથી હોળીનો તહેવારનું વાતાવરણ જોવા મળે છે. ડાંગી લોકો હોળી તહેવારને શીમગા તરીકે ઓળખે છે. શિમગાએ હોળીનું બીજું નામ છે. આઠમથી રંગપંચમીના દિવસ સુધી સ્ત્રી -પુરુષો નાચગાન સાથે ધામધુમથી હોળી પર્વની ઉજવણી કરે છે. લોકો ઉપવાસ કરે છે. ભગત-ભુવાઓની વિધિ મુજબ હોળીની રચના થાય છે. કુંકણા સમાજ હોળીબાઇનું લગ્નત કહે છે. ડાંગમાં હોળી દરમિયાન ડાંગ દરબાર ભરાય છે. રંગપંચમી પછી ઉત્સારહ ઓછો થતો જાય છે

અખાત્રીજ
વૈશાખ સુદ ત્રીજને આદિવાસીઓ અખાત્રીજ તરીકે ઓળખે છે. ખાસ કરીને કુકણા સમાજમાં મહત્વ વધારે છે. વસંત ગૌરીનું પુજન માત્ર કુનબીઓ કરે છે. કુનબીઓમાં ગૌરાઇ પુજન એક સ્વાવભિમાન ધરાવતી પુજા મનાય છે. અને તેઓ આ પ્રસંગે છૂટથી પૈસા ખર્ચે છે. ગૌરાઇ પુજન એટલે કે વાંસની ટોપલી લઇ તેમાં નદીના પાત્રમાંથી પાણી ભરી, પાંચ પ્રકારનું ધાન્ય , ભાત, ઘંઉ, નાગલી, મકાઇ અને અડદની વાવણી કરે તેનું પુજન કરવું અને પછી વાવણી કરવામાં આવે છે. ગૌરાઇ ધાન્યન જેમાં વાવવામાં આવેલા ધાન્યમને ઘરના એક ખુણામાં લીપણ કરી રાખવામાં આવે છે. ગૌરાઇને પાણી સિંચવાનો અધિકાર માત્ર કુમારિકાઓને જ છે. અને દિવસથી ધાન્યગની વાવણી કરે તે દિવસથી વિસર્જન ની પહેલી રાત સુધી.

અખાત્રીજની અનેરી વાત એ છે કે, ગૌરાઇની નીકળતી સવારીમાં જ છે. નદીમાં પધરાવતા પહેલાં, ગામની બધી ગૌરાઇઓને (ટોપલીઓને) સાંજે એક જગ્યાએ ભેગી કરવામાં આવે છે. એ વખતે સ્ત્રીઓ ટોપલીમાંથી એક બે રોપાઓ કાઢીને માથામાં ખોસે છે. પછી ગૌરાઇ માથે મુકી પ્રથમ ગ્રામ દેવતા પાસે લઇ જઇને ત્યાંટ મુકીને તેની ફરતે નાચે છે. પછી ગૌરાઇ માતાના વિસર્જનમાં દેવોને ભાખર ચઢાવી, ત્યારબાદ ભાખર વહેંચવામાં આવે છે.

તસ્વીરો