ઢોડિયા સંસ્‍કૃતિનો ઉદભવ અને ઇતિહાસ

બીજા મત અનુસાર વારલી લોકો "વારલે' નામે ઓળખાતી જમીન ખેડૂતા તે ઉપરથી વારલી કહેવાયા. ભીલ લોકો દ્રવિડ શબ્દ "ભિલ્લુ' ઉપરથી ભીલ કહેવાયા. જેનો અર્થ બાણ થાય છે. બીલી બોલીમાં છાપરુંને ધુન્ડી કહેવામાં આવે છે. તેમાં રહેનારા તે ધુન્ડિયા-ઢોડિયા કહેવાયા. ધુન્ડિનો બીજો અર્થ નીંદવાની દાતરડી,ખૂરપી પણ થાય છે. ઢોડિયા જાતિના લોકો એ ઓજારનો વાંરવાર ઉપયોગ કરતા હોય તે પરથી આ જાતિનું નામ ધુન્ડિયા-ઢોડિયા પડયું હશે !

ઢોડિયા જાતિ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. મહદશઅંશે ચૌધરી-ગામીત-વસાવા-કૂંકણા આદિવાસીઓ સાથે તેમની બોલીમાં સામ્યતા જોવા મળે છે.સૂરત જિલ્લાના મહુવા, વ્યારા, સોનગઢ, તાલુકામાં ઢોડિયા આદિવાસીઓ વસે છે. આદિવાસીઓમાં એક સર્વેક્ષણ અનુસાર આદિવાસીઓમાં ઢોડિયા જાતિમાં સૌથી વધુ શિક્ષણ મેળવે છે.

ઢોડિયા જાતિની ઉત્પત્તિ વિશે જુદી જુદી માન્યતાઓ પ્રવર્તે છે. કેટલાક યદુકૂળના, કેટલાક દ્રવિડ જાતિ, તો કંઇક અંશે દક્ષિણમાંથી સ્થળાંતર કરીને આવ્યા હોવાનું માને છે. તો કેટલાક પ્રાચીન ભારતીય આદિવાસીઓ હોવાનું અનુમાન કરે છે.

એક માન્યતા એવી પણ છે કે આ સમાજને અનાદિકાળથી ઘાન એટલે ધન અને રૂપા એટલે લક્ષ્મી સાથે સંબધ હતો. આ શબ્દ સમય જતાં ધના-રૂપા થયા. કોઇપણ ધાર્મિક કાર્યમાં કુળદેવાતા કે ખતરાની પૂજા સ્મરણે પ્રથમ ધના-રૂપાનો લ્લેખ હજી પણ થાય છે. એટલે “ઘ’ અક્ષર ઉપરથી ઢોડિયા કે ધોડિયા કહેવાયા.

કેટલાક વિઘ્વાનો આ જાતિને ભારતીય પ્રાચીન આદિજાતિઓમાંની એક માને છે. આર્યો સાથેના સંધર્ષમાં દ્રવિડો સ્થળાંતર કરી દક્ષિણમાં આવીને વસ્યા. ભારતના અરૂણાચલ પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, કેરલ વિસ્તારોમાં વસતા આદિવાસીઓ સાથે ધણી સામ્યતા જોવા મળે છે. રહેણાંક વિસ્તાર, વ્યવસાય, રીતરિવાજ, પહેરવેશ, વાજાવાંજિત્રો, ધરેણાં તેમજ લોકબોલીઓમાં ખૂબ સામ્યતા છે. વ્યારા-સોનગઢ તાલુકામાં વસતા ઢોડિયા જાતિના લોકો મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાંથી સ્થળાંતર કરીને આવ્યા હોવાનું જણાય છે.

બીજા મત અનુસાર વારલી લોકો “વારલે’ નામે ઓળખાતી જમીન ખેડૂતા તે ઉપરથી વારલી કહેવાયા. ભીલ લોકો દ્રવિડ શબ્દ “ભિલ્લુ’ ઉપરથી ભીલ કહેવાયા. જેનો અર્થ બાણ થાય છે. બીલી બોલીમાં છાપરુંને ધુન્ડી કહેવામાં આવે છે. તેમાં રહેનારા તે ધુન્ડિયા-ઢોડિયા કહેવાયા. ધુન્ડિનો બીજો અર્થ નીંદવાની દાતરડી,ખૂરપી પણ થાય છે. ઢોડિયા જાતિના લોકો એ ઓજારનો વાંરવાર ઉપયોગ કરતા હોય તે પરથી આ જાતિનું નામ ધુન્ડિયા-ઢોડિયા પડયું હશે !

તસ્વીરો