કુંકણા સંસ્‍કૃતિનો ઇતિહાસ

કુંકણા જાતિ મહદઅંશે વલસાડ, નવસારી, સુરત, સેલવાસ અને દાદરાનગર હવેલીમાં જોવા મળે છે. તેઓ કોંકણપટ્ટીમાંથી આવ્યા હોવાનું મનાય છે. કોંકણા-કોકણી મૂળ જાતિ દક્ષિણ ભારતમાંથી ઉતરી આવી હોવાનું પણ એક અનુમાન છે. આ જાતિ કોંકણ પ્રદેશના રત્નાગીરી જિલ્‍લામાં સ્થાયી થઇ હતી.

ઇ.સ. ૧૩૯૬-૧૪૦૮ના સમયમાં રત્નાગીરી જિલ્લામમાં પડેલા દુષ્કાનળના કારણે સ્થાળાંતર કરી, દક્ષિણ ગુજરાતના વન પ્રદેશમાં ઇ.સ.૧૪૦૦ ની સાલમાં આવી હોવાનું મનાય છે. અસલ કોંકણા લોકો માત્ર લંગોટ પહેરતા અને સ્ત્રી ઓ કાછડો મારીને લુગડું પહેરતી. શુંખલા-છીપલાના આભુષણો પહેરતા. સ્ત્રીક-પુરુષોમાં છુંદણાનો શોખ હતો.

મુળ વ્યાવસાય પશુપાલનનો હતો. કુંકણા સમાજમાં જુદા જુદા પેટા કુળો છે. જેમાં ભીલ, કુનબી, વારલી જેવા પેટા કુળો છે. રાષ્ટ્રકકુટો વખતમાં ડાંગમાં જે લોકો આવીને વસ્યા તે કુનબી હોવાનું વિધ્વાનો માને છે. ઇ.સ.-૧૮૫૨-૫૪ માં સ્થળાંતરના ઉલ્લેખો જોવા મળે છે. કુનબીઓ સુર્યપુજક છે. કુનબીઓ સાથે વારલીઓ પણ ડાંગમાં આવ્યા હતા. ગુજરાતમાં બીજા આદિવાસીઓની જેમ વારલી જાતિના લોકો વલસાડ અને સેલવાસ, દાદરા નગર હવેલીમાં જોવા મળે છે. વિશ્વની દરેક પ્રજાને પોતપોતાની આગવી સાંસ્કૃતિક પરંપરા હોય છે.

આપણા પ્રદેશમાં પહાડો, કંદરાઓ અને જંગલોની વચ્ચે વસેલી આપણી આદિવાસી પ્રજા એટલે સૈકાઓથી પોતાના આગવા કલાવૈભવને, પોતાનાં જીવન ધબકાર માફક સાચવીને, નિરંતર તેમાં નાચતી, ગાતી, અને પ્રકૃતિ સાથે સમરસ બનીને જીવતી નિદોર્ષ, ભલી-ભોળી અને ખમીરવંતી પ્રજા. દાતા થી વાપી સુધીના સમગ્ર વિસ્તારમાં પ્રકૃતિની વચ્ચે વસેલા આદિવાસીઓનાં નૃત્યો-વાઘોમાં ભરપૂર વૈવિધ્ય રહેલું છે. વિવિધ આદિવાસી જાતિઓમાં વિવિધ પ્રકારનાં વાંજિત્રો જોવા મળે છે.

આ લોકવાઘોનો ઉપયોગ નૃત્ય, સામૂહિક ઉત્સવો, મેળા, લગ્ન કે દેવપૂજા વખતે થાય છે. ઢોલ જેવાં કેટલાંય વાઘોનો ઉપયોગ નૃત્ય માટે દૂરના ડુંગરાળ વિસ્તારોમાં સંદેશા મોકલવા માટે પણ કરવામાં આવે છે. આ દેવવાઘો ગણાતા હોવાથી એની પવિત્રતા જાળવવાનો પણ આગ્રહ રાખવામાં આવે છે. આ વાંજિત્રો સાથે આદિવાસીઓની ચિત્ર-વિચિત્ર માન્યતાઓ અને શ્રઘ્ધાઓનો તંતુ જોડાયેલો છે. દક્ષિણ ગુજરાતમાં માદળ, તૂર, પાવરી, ડોબરું, તાડપું, કાહની, કાહલિયા વગેરે વાઘોનો ઉપયોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

તસ્વીરો